Share this book with your friends

Aekansh / એકાંશ Unique Compilation for Parents / દરેક વાલી માટે અનોખું સંકલન

Author Name: Mona Shah | Format: Paperback | Other Details

જ્યારે જિંદગી એની જન્મજાત લાક્ષણિકતાઓ સાથે લયપૂર્વક વહેતી હોય છે ત્યારે અવનવો તકનિકી બદલાવ માનવસંબંધોને પ્રભાવિત કરીને માતા-પિતા તરીકેની ભૂમિકાને અસરગ્રસ્ત કરે છે. જ્યારે  સામાજિક ધોરણો અને જીવનશૈલીમાં બદલાવ આવે છે ત્યારે પણ બાળકોના જીવનમાં તો વાલીનું મહત્ત્વ
રહે જ છે. સક્રિય અને સકારાત્મક પેરન્ટિંગનાં(વાલીત્વ) કારણે સુખી પરિવારનું દર્શન થાય છે જે અંતે સ્વસ્થ સમાજનું સર્જન કરે છે. 

આ પુસ્તકમાં સંકલિત લેખો જીવનના વિવિધ તબક્કે બાળઉછેર સંબંધિત માતા-પિતાની જરૂરી નિસ્બતને આવરી લે છે જે દરેક બાળક સાથે સંબંધિત છે. આ પુસ્તકનો ખાસ હીરો(નાયક) એકાંશ છે જે માની કૂખમાં ગર્ભાંકુરના આવિર્ભાવથી ખુદની વયસ્કતા સુધીની યાત્રાના સ્વરૂપને આકારિત કરીને દરેક પ્રકરણમાં ઉજાગર કરે છે. 

 એકાંશની જિંદગીનું પ્રત્યેક પ્રકરણ એની માની દૃષ્ટિથી જોઈ-વિચારી-વાંચીને દરેક વાચક સમજે અને તંદુરસ્ત પેરન્ટહૂડ(વાલીત્વ) માટે આ પુસ્તક પ્રેરક બને એવી આશા. 

Read More...

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Also Available On

મોના શાહ

ડો. મોના શાહ મુંબઈ, ભારત સ્થિત, ત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરનારાં સિનિયર ઓક્યુપેશનલ થેરાપિસ્ટ અને ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે. સમાંતરે તેઓ અનેક સંલગ્ન શાખામાં સામ્પ્રત, સર્વગ્રાહી અને અસરકારક પ્રેક્ટિસને વ્યાપક બનાવવા માટે પ્રયત્નશીલ છે. આ કારણે તે બાળકોના વિકાસના અવરોધોનું નિદાન કરવા અને તેને દૂર કરવા માટેના ઉકેલ માટે અનોખી રીતે અલગ પડે છે. 

પોતાની અદમ્ય ઈચ્છા પ્રગટ કરતાં કહે છે કે, તેઓ તાલીમ ચિકિત્સક તરીકે શિક્ષકો અને સામાજિક સંગઠનોને બાળવિકાસ માટે પરિચય, ઉપચાર અને અક્ષમતાની કમી દૂર કરી એમને સક્ષમ બનાવીને સમાજને સુખી અને તંદુરસ્ત જોવા ઈચ્છે છે. તેઓ  દિવ્યાંગ બાળકો માટે ઊંડી નિસ્બત ધરાવે છે અને એમને માટે વ્યવસ્થિત અને સર્વસમાવેશક જાગૃતિ કાર્યક્રમ પ્રદાન કરવા માંગે છે. એમણે બાળકોનાં સામાજિક, ભાવનાત્મક, શારીરિક અને માનસિક પાસાંઓ વિશે અઢળક વક્તવ્યો આપ્યાં છે. 
બાળકોનાં વિકાસ અને સુખાકારી માટે વાલીઓ અને શિક્ષકો સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા એમની બધી પ્રવૃત્તિમાં મોખરાનું સ્થાન ધરાવે  છે.  

Read More...

Achievements