અસ્તિત્વની પરખ આ પુસ્તક એવી મહિલાઓને સમર્પિત છે જેમને પોતાના અંદરની ક્ષમતાઓની ખબર જ નથી કારણ એમને એવા સંજોગો મળ્યા નથી અને એવું પ્રોત્સાહન પણ મળ્યું નથી.
એ સાથે જ આ પુસ્તક તમને વિચાર કરતા મૂકી દેશે કે જાણતા અજાણતા આપણે આપણા શબ્દો કે નજરોથી કોઈને કેટલું દુઃખ પહોંચાડીએ છીએ. આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે એ પણ એક માણસ છે જેના હૃદયમાં ભાવના છે અને આપણા શબ્દોના બાણ થી તેમનું હૃદય વીંધાય છે.
સત્ય વાતો પર આધારિત આ પુસ્તક વાંચો અને વિચારો કે શું અમુક માણસો સાથેનો આપણો વ્યવહાર યોગ્ય છે???