નમસ્કાર વાંચક મિત્રો,
ફરી તમારી સમક્ષ એક ધમાકેદાર સાયન્સ ફિક્શન નવલકથા રજૂ કરી રહ્યો છું. આમ તો સાયન્સ ફિક્શન નવલકથા ખૂબ ઓછા લોકો વાંચવાની પસંદ કરે છે પરંતુ જે વાંચક વર્ગ છે તેઓ સાયન્સ ફિક્શન પાછળ લગભગ પાગલ છે. આ નવલકથા સાયન્સ ફિક્શન પ્રેમીઓ ના શરીરમાં અડ્રેનલીન દોડતું કરી અદ્ભુત રોમાંચ ની અનુભૂતિ અવશ્ય કરાવશે.
આ નવલકથાનો નાયક અંશ પોતાની મનગમતી નોકરી મળવાથી ખૂબ ખુશ હોય છે. તે પોતાનો દેશ છોડીને નોકરી માટે વિદેશ સ્થાનાંતરિત થાય છે. આ નોકરી ખૂબ પડકારરૂપ સાબિત થાય છે. રોજ તેને કઈક નવું જાણવા મળે છે સાથે તેનું કામ રોજબરોજ મુશ્કેલ થતું જાય છે. પછી થોડા સમયમાં તેના જીવનમાં એક વળાંક આવે છે જે તેના જીવનને પ્રભાવિત કરી જાય છે.
આ સાયન્સ ફિક્શન નવલકથા વિશે વધારે તો હું નહિ જણાવી શકું કારણકે જો પ્રસ્તાવનામાં જ નવલકથા વિશે જણાવી દઈશ તો તમારો વાંચવાનો રસ ભંગ થાય તેવી શક્યતા ઊભી થઈ શકે. તેના કરતાં વાંચો અને એક પછી એક ઉકેલાતા રહસ્યો નો આનંદ માણો.
તૈયાર થઈ જાવ એક રોમાંચક અને રહસ્યમય યાત્રા પર જવા માટે. માનવજાત ના પૃથ્વી પરના અસ્તિત્વ વિશે અનેક પ્રશ્નો કરતી આ સાયન્સ ફિક્શન નવલકથા "ધ કોસ્મિક લવ" ની અદ્ભુત યાત્રા એ આપને ચોક્કસ પણે એક અલગ રોમાંચ ની અનુભૂતિ કરાવશે.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners