'જ્યારે એણે મારો હાથ ઝાલ્યો' આ હ્રદયસ્પર્શી જીવનચરિત્ર એક સ્ત્રીનું નિખાલસ વર્ણન છે. એક સ્ત્રીની બાળપણથી વૃદ્ધાવસ્થા સુધીની દિલધડક ઘટનાપૂર્ણ સફરને આ પુસ્તક દર્શાવે છે.
આ પુસ્તકમાં એ સ્ત્રીના જીવનના વિવિધ શેડ્સ તમને જોવા મળે છે, જેમાં કઠોર વાસ્તવિકતાઓ અને ચોંકાવનારાં સત્યોનો પણ સમાવેશ થયો છે.
વાંચવા માટે લલચાવનારા આ પુસ્તકમાં કેટલાક વિચારપ્રેરક વિષયો જેવા કે લિંગભેદ, સતામણી, ગણતરીબાજ ચાલાકીઓ, ગર્ભિત રહસ્યો હિંમતપૂર્વક પ્રગટ થયાં છે તેમજ હત્યાના પ્રયાસ વિશેનું સસ્પેન્સ પણ ઘેરું બને છે!
અત્યંત રસપ્રદ એવું આ પુસ્તક તમને નીચે જણાવેલી બાબતે તાકાતવર બનાવશે અને જિંદગીનાં ઝંઝાવાતો સામે લડવાની શક્તિ આપશે:
-તમારા જીવનનો હવાલો તમે પોતે જ લો કારણ કે એ રીતે તમે ખાતરી કરો શકો છો કે જીવન તમારા માટે બન્યું છે અને એ પોતાનાં કંટ્રોલમાં જ હોવું જોઈએ.
-નબળાઈઓને શક્તિમાં ફેરવીને વધુ સફળ બનો.
-સકારાત્મક વિચાર પ્રક્રિયાઓ દ્વારા વધુ આત્મવિશ્વાસુ બનો.
-તમને પરિપૂર્ણ જીવન જીવતાં અટકાવતા અવરોધોને દૂર કરીને ઘણું બધું સિદ્ધ કરો.
આ પ્રેરક પુસ્તક વાંચતી વખતે તમે જોશો કે જીવનમાં ચમત્કારો બેશક અનુભવાય છે! 'હિંમતે મર્દા તો મદદે ખુદા'...નો પરિચય ઈશ્વર કરાવે જ છે.
જેમ કે પુસ્તકનું શીર્ષક 'જ્યારે એણે મારો હાથ ઝાલ્યો' એ રીતે યથાયોગ્ય જ છે. આ પુસ્તક નિઃશંકપણે તમારામાં અને સર્વોચ્ચ શક્તિ-પરમાત્મામાં તમારો વિશ્વાસ મજબૂત કરશે.