Share this book with your friends

Satynu Projektar / સત્યનું પ્રોજેક્ટર ડૉ. કૌશિક ચૌધરીના શરૂઆતી પ્રબુદ્ધ લેખો અને લઘુકથાઓનો સંગ્રહ

Author Name: Dr Kaushik Chaudhary | Format: Paperback | Genre : Philosophy | Other Details

સત્યનું પ્રોજેકટર: 


“કૌશિકે કટાર લેખનને નવા આયામો આપ્યા છે. આટલા પ્રગાઢ આત્મબોધનસાથેના આટલા ઊંડા વિષયો ગુજરાતી પત્રકારત્વને ક્યારેય સ્પર્શ્યા નથી.”

શ્રી ભવેન કચ્છી, પ્રસિદ્ધ પત્રકાર અને કટારલેખક

સત્યનું પ્રોજેકટર પુસ્તક ડૉ. કૌશિક ચૌધરી દ્વારા વિવિઘ માધ્યમોમાં લખાયેલ લેખ, સુવિચાર, મંતવ્ય અને લઘુકથાઓનો સંગ્રહ છે. આ પુસ્તક લેખકના શરૂઆતી ચાર વર્ષના લેખન કાર્યનું સંપાદન છે. ભારત અને માનવજાતિના ઇતિહાસ, રાજનીતિ, સમાજજીવન અને ભારતનો ધર્મ જેવા વિષયો પર લખાયેલા ડૉ. કૌશિક ચૌધરીના ક્રાંતિકારી લેખોએ ગુજરાતના બુદ્ધિજીવી વર્ગમાં નોંધપાત્ર અસર ઉત્પન્ન કરી છે. પ્રત્યેક લેખ અને વિચાર સમય આપીને વાંચવા અને ચિંતન કરવા પ્રેરે એટલા ઊંડાણ અને આત્મબોધ સાથે લખાયેલ એક અમૂલ્ય દસ્તાવેજ છે. 

Read More...
Paperback
Paperback 655

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

ડૉ. કૌશિક ચૌધરી

ડૉ. કૌશિક ચૌધરી ગુજરાત સ્થિત આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ લેખક, કટારલેખક અને ડેન્ટલ સર્જન છે. તે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામના વતની છે અને પાલનપુરમાં સ્થાયી થઈ ત્યાં પોતાનું પ્રાઇવેટ ડેન્ટલ ક્લિનિક ચલાવે છે. તેમણે વિશ્વભરમાં પ્રકાશિત થયેલ તેમના પ્રથમ અંગ્રેજી પુસ્તક “It's not a Creation, It's a Projection through Expression" માં વેદાંત અને આધુનિક વિજ્ઞાનને જોડતું સૃષ્ટીનું નવું મોડલ આપ્યું છે. ગુજરાતી અને હિન્દીમાં પણ ઉપલબ્ધ એ પુસ્તક કેમ્બ્રિજ ખાતે મહાન વૈજ્ઞાનિક પ્રો. સ્ટીફન હોકિંગ દ્વારા વાંચવામાં આવ્યું છે અને ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. જી. માધવન નાયરે તેની સમીક્ષા કરી છે. ડૉ. કૌશિક 'ગુજરાત સમાચાર' અને 'લોકસત્તા જનસત્તા' જેવા અનેક અગ્રણી ગુજરાતી દૈનિકો અને 'ફિલીંગ' અને 'સાધના' જેવા જાણીતા સામયિકોમાં લેખો લખી ચૂક્યા છે. 'ધ પ્લે ઓફ જસ્ટિસ' નામની ન્યાય-દર્શન પર આધારિત તેમની પ્રથમ નવલકથાને તાજેતરમાં 2023ની ટોચની 10 શ્રેષ્ઠ રોમાંચક નવલકથાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. તેમણે 'The science of Varna & Jati' નામનું એક મહત્વપૂર્ણ પુસ્તક પણ લખ્યું છે, જે હિંદુ સમાજના વર્ણ અને જાતિના સિદ્ધાંતને સાચી રીતે સમજાવી નવી વૈકલ્પિક સમાજ રચનાનું મૉડલ આપે છે.

Read More...

Achievements

+12 more
View All