"મારાથી દૂર રહો, હું તમારી મૃત્યુ છું…."
જો આવી ચેતવણી કોઈ વસ્તુ પર લખવામાં આવી હોત તો કેવું સારું હતું,પણ અફસોસ, એવું ક્યારેય લખેલું નહીં હોય. આ મુસીબત તમારા જીવનમાં આવી ગયા પછી જ, તમને ખબર પડશે કે તમે જીવલેણ સમસ્યા માં ફસાઈ ગયા છો.
આપણી આ વાર્તા પણ આ રીતે જ શરૂ થાય છે. બધા પાત્રો પોતાની સ્વતંત્રતા થી પોતાનું જીવન જીવી રહ્યા છે. પરંતુ અચાનક તેમના જીવનમાં એક તોફાન આવે છે. આ તોફાન બધા જ લોકો ના જીવન ને અસ્તવ્યસ્ત કરી દે છે.
અમુક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. અને બધા જ લોકો ના જીવનમાંથી શાંતિ અને ખુશી છીનવાઈ જાય છે અને જીવન દરેક પગલે જીવન ગુમાવવા ના જોખમ ભરેલું થઈ જાય છે.
જો હું આ પ્રસ્તાવનામાં જ વાર્તા નો અંશ લખી દઈશ, તો તમે વાંચતી વખતે એટલો રોમાંચ અનુભવશો નહીં. તૈયાર થઈ જાઓ સાહસ અને ભયથી ભરેલી મુસાફરી માટે. આ ડરામણી અને રહસ્યમય મુસાફરી તમારા રૂંવાટા ઉભા કરી દેશે.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners